અમદાવાદઃ થલતેજ નજીક 160 કરોડમાં જમીનનો સોદો

Posted By : NEWEDGE
19-Sep-2018


- રિયલ એસ્ટેટ ક્ષેત્ર એકંદરે નબળી માંગ, પરંતુ જમીનના બજારમાં જબરજસ્ત તેજી

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર એકંદરે નબળી માંગનો સામનો રહી રહ્યું છે અને ઓનલાઇન પ્લાન પાસ નથી થઈ રહ્યા પરંતુ જમીનના બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને મોટી રકમની કિંમતના સોદા થઈ રહ્યા છે. મંગળવારે શહેરના રિયલ એસ્ટેટ બજારમાં એક અગ્રણી જૂથ દ્વારા અંદાજે ૧૬૦ કરોડમાં જમીનનો પ્લોટ ખરીદવામાં આવી હોવાની ચર્ચા ચાલી હતી.

 
સૂત્રોના જણાવ્યા મુજબ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ એમ બંને સેગમેન્ટમાં આક્રમક રીતે આગળ વધી રહેલા એક જૂથે થલતેજ-શિલજ રોડ પર આશરે ૧૩,૦૦૦ વારનો એક પ્લોટ Rs ૧.૨૫ લાખ પ્રતિ વારના ભાવે ખરીદ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ અમદાવાદમાં સક્રિય રિયલ એસ્ટેટ જૂથ કે જેમાં સૌરાષ્ટ્રના ભાગીદારો પણ છે, તેમણે આ જમીન ખરીદી છે.
 
રિયલ એસ્ટેટના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ ૩ રોડને ટચ આ પ્લોટ પર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એમ બંને પ્રોજેક્ટની તક રહેલી છે. જમીનના સોદાનું મૂલ્ય Rs ૧૬૦ કરોડ આસપાસ છે. આર-૨ ઝોનમાં આવેલી આ જમીન પર ડેવલપરને ૧.૮ એફએસઆઇ મળે ઉપરાંત તે ૦.૬ જેટલા ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆર)નો  પણ ઉપયોગ કરી શકે. જોકે, થલતેજમાં જંત્રી ઊંચી હોવાથી ટીડીઆર મોંઘો પડતો હોય છે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનામાં અમદાવાદમાં આશરે Rs ૩,૦૦૦ કરોડથી વધુની જમીનના સોદા થયા છે અને આ તમામ સોદા વિક્રમ ભાવે થયા છે. શહેરમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટની માંગ ઊંચાઈએ છે અને આ જમીન પર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિક્સ પ્રોજેક્ટ આવવાની સંભાવના છે.

અમદાવાદઃ થલતેજ નજીક 160 કરોડમાં જમીનનો સોદો

Posted By : NEWEDGE
19-Sep-2018


- રિયલ એસ્ટેટ ક્ષેત્ર એકંદરે નબળી માંગ, પરંતુ જમીનના બજારમાં જબરજસ્ત તેજી

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર એકંદરે નબળી માંગનો સામનો રહી રહ્યું છે અ

Gujarat’s largest mall to come up in Thaltej

Posted By : NEWEDGE
19-Sep-2018


Gujarat’s largest mall will come up on S G Highway, at Zydus Hospital Crossroads. Phoenix group of Mumbai has inked a deal with Ahmedabad-based BSafal group to develop the Rs 1,000 crore mall whi

Ahmedabad witness land deals worth Rs 1000 crore along SG Highway

Posted By : NEWEDGE
31-Jul-2018


Call it the resurgence of realty or boom time for developers, Ahmedabad has witnessed the biggest land deals a

Gujarat RERA imposes fine on Om Shanti Estate for poor construction

Posted By : NEWEDGE
31-Jul-2018


The RERA authority has asked a builder to provide Rs 15,000 as "cost" to a house buyer for poor construct

>